જો આપણે બોલિવુડમાં ખૂબ જ સુંદર અને મજબૂત એક્ટ્રેસિસની વાત કરીએ, તો નરગિસ દત્તે તેના સમયમાં ઘણું રાજ કર્યું હતું.તેમની ફિલ્મો બ્લોકબસ્ટર બનતી હતી. લોકો તેમના અભિનયથી પ્રભાવિત થયા હતા. તેમનો પુત્ર સંજય દત્ત પણ તેમના પગલે ચાલ્યો અને એક્ટર બન્યો.
હવે બધાની નજર સંજય દત્તના બાળકો પર છે. તાજેતરમાં સંજય દત્ત-માન્યતા દત્તની પુત્રી ઈકરા દત્ત જોવા મળી હતી. પહેલી વાર તેનો ટીનએજ અવતાર કેમેરામાં કેદ થયો હતો, જેના લોકો વખાણ કરતા થાકતા નથી.
ઈકરાને જોઈને, કેટલાક લોકોએ તેની સરખામણી દાદી નરગિસ દત્ત સાથે પણ કરી. એ જ લાંબો ચહેરો, નાક-નક્શો અને મોટી આંખો… ઈકરાનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મોટાભાગની ચર્ચા તેના લૂક વિશે થઈ રહી છે.

ઈકરા તેના સ્ટાફ સાથે જોવા મળી હતી. તેના વાળ ખુલ્લા હતા અને તેણે ટી-શર્ટ સાથે સ્કર્ટ પહેર્યો હતો. કેમેરા જોઈને તે થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી અને વાળ સરખા કરતી જોવા મળી હતી. તેને જોઈને લોકોને મધર ઈન્ડિયા એક્ટ્રેસે નરગિસ દત્તની યાદ આવી ગઈ.
સોશિયલ મીડિયા પર આ ક્લિપ જોયા પછી, કોમેન્ટનનું ઘોડાપુર વછૂટ્યું છે. એકે લખ્યું, ‘ઈકરા બિલકુલ તેની દાદી જેવી દેખાય છે.’ બીજાએ લખ્યું, ‘કેટલાક બાળકો એવા છે જેમને ડીએનએ ટેસ્ટની જરૂર નથી. જેમ કે શાહરુખ ખાનની પુત્રી સુહાના અને હવે ઈકરા.’ એકે ઈકરાની આંખોની સરખામણી નરગિસ સાથે કરી, જ્યારે બીજાએ કહ્યું કે ચહેરો બિલકુલ એક્ટ્રેસ જેવો છે.