Gujarat

ગોધરામાં સરદાર નગર ખંડ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે ગોધરાના સરદાર નગર ખંડ ખાતે મતદાર યાદીમાં થતા ગોટાળા વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજ્યું હતું. આ આંદોલનમાં જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સામે આવેલા મતદાર યાદી ગોટાળાના મુદ્દે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટ, 2025ની પત્રકાર પરિષદમાં કર્ણાટકના એક મતવિસ્તારનું ઉદાહરણ આપીને મતદાર યાદીમાં થતી ગેરરીતિઓ પ્રકાશમાં લાવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો, વિવિધ સેલ સંગઠનના હોદ્દેદારો અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના પદાધિકારીઓએ હાજરી આપી હતી.