Gujarat

ફલ્લામાં મકાનમાં ચાલતા જુગારના અખાડામાંથી આઠ શખસો ઝડપાયા

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર એલસીબીએ દરોડો પાડીને 8 શખસોને રોકડ રૂ.11 લાખ ઉપરાંત મળીને કુલ રૂ.12.38 લાખનો મુદામાલ કબજે કર્યો છે. સ્થાનિક ગુનાશોધક શાખાના આ દરોડાના પગલે ક્ષણિક અફડાતફડી મચી જવા પામી હતી. ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતો મીતેશભાઈ ગણેશભાઈ ધમસાીયા નામનો શખસ ના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાની એલસીબીને બાતમી મળી હતી.

જે બાતમીના આધારે એલસીબી પીઆઈ વી.એમ.લગારીયાની સુચનાથી પીએસઆઈ પી.એન.મોરીએ સ્ટાફના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જુગાર રમતા મિતેશ ગણેશભાઈ ધમસાણીયા, સ્મિત કાનજીભાઈ દલસાણીયા, વસંત હરખાભાઈ નાગપરા, બીપીન વિરજીભાઈ અઘેરા, વિનોદ રવજીભાઈ કાનાણી, નિલેશ ભવાનભાઈ ભીમાણી, જયસુખ નારણભાઈ ધમસાણીયા અને અરવિંદ મોહનભાઈ ભીમાણીને ઝડપી લીધા હતા.