Gujarat

ભટેડા ગામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ વીડિયો શેર કર્યો

ભિલોડા પોલીસે સોશિયલ મીડિયા પર યુવતીઓ વિશે અભદ્ર વીડિયો પોસ્ટ કરનાર ભટેડા ગામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી યુવકને જેલ હવાલે કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક વિવાદાસ્પદ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નવરાત્રિ દરમિયાન વાતાવરણ બગાડે તેવી અભદ્ર ટિપ્પણીઓ અને પોસ્ટ હતી, જે યુવતીઓ માટે અપમાનજનક હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનેક યુવતીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતાં, પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે વીડિયો પોસ્ટ કરનાર ભટેડા ગામના યુવકને ઝડપી પાડ્યો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.