Gujarat

દિવાળી પર સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી વેપારીની દીપાવલી ઝગમગશેઃ- વકીલ શ્રી તરુણકુમાર એ.નકુમ

આપણા યોગદાનથી ગરીબ લોકોના ઘરે દીવા બળે, પ્રકાશ ફેલાય તેવી લોકો પાસે અપેક્ષા રખાઈ.

દિવાળી પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો દીવડાં, લાઇટ, ડિજિટલ મીણબત્તી, ઘર સુશોભનની વસ્તુઓ, પૂજાઘર માટેની સામગ્રી સહિતની અનેક વસ્તુઓ ખરીદવા બજારોમાં ભીડ ઊમટી રહી છે ત્યારે જેમ બને તેમ આપણા દેશની સ્વદેશી વસ્તુઓ ખરીદવી જોઇએ. આ વિશે એ સુરતના પ્રતિષ્ઠિત વકીલ શ્રી તરુણકુમાર એ.નકુમ પણ જણાવ્યું હતું કે, હિંદુ ધર્મનો મહાપર્વ એટલે દિવાળી જે નજીક આવી રહી છે ત્યારે દરેક હિંદુ પ્રજાને અપીલ કરવામાં આવી હતી કે, દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવીએ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ વસ્તુઓ ખરીદવાની હોય તે નાના કે ગરીબ માણસો પાસેથી ખરીદવી જોઈએ.આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દ્વારા એવા પ્રયત્નો કરવા જોઈએ કે, આપણા લીધે કોઈ ગરીબ માણસોની દિવાળી સારી જાય. તેથી દરેક હિંદુ ધર્મના વ્યક્તિઓને અપીલ કરવામાં આવી હતી કે, ભારતમાં જ બનાવેલી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી અહીંના વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આ ઉપરાંત જેમ બને તેમ એવો પ્રયત્ન કરવો કે, આપણા યોગદાનથી નાના અને ગરીબ લોકોના ઘરે દીવા બળે.પ્રકાશ ફેલાય તથા દિવાળીના પર્વની સારી રીતે ઉજવણી કરી શકે તેવી લોકો પાસે અપેક્ષા રાખવામાં આવી છે દિવાળી જ નહીં પરંતુ કોઈ પણ વસ્તુઓની ખરીદી કરવામાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્થાનિક ઉદ્યોગોને ટેકો મળે છે, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. ઘણા સ્વદેશી ઉત્પાદનો કુદરતી સામગ્રીથી બનેલા હોવાથી પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે દિવાળી તહેવારમાં સ્વદેશી વસ્તુઓ જેવી કે, માટીના દીવા,સ્થાનિક બનાવટની મીઠાઈ,ભારતીય હસ્તકલાથી બનેલી સુશોભનની વસ્તુઓ સહિતનો સમાવેશ થાય છે.

મુકેશ જીંજાળા સુરત પત્રકાર દ્રારા