Gujarat

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ વાઘાણીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મંત્રીશ્રી સાથે પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધનના વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ભારતની પરંપરા અને સમૃદ્ધિનું મૂળ છે, અને આજના સમયમાં તે ખેડૂતો માટે આર્થિક રીતે સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે.

રાજ્યપાલશ્રીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતના વિઝનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દેશના વિકાસ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા જરૂરી છે. દેશી ગાય આધારિત ખેતી માટીનું આરોગ્ય સુધારે છે, ખેતીનો ખર્ચ ઓછો કરે છે અને પાકની ગુણવત્તા વધારે છે.

મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રીએ રાજ્યમાં ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે વિવિધ શક્યતાઓ પર ચર્ચા કરી હતી.