અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે જામનગરમાં એક ભવ્ય એકતા યાત્રા નું આયોજન કરવામાં આવશે.
દૃઢ મનોબળ, મક્કમ નિર્ણયો અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને કારણે તેઓ ‘ભારતના લોખંડી પુરુષ’ તરીકે ઓળખાય છે.સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. તેમનું સૌથી મોટું યોગદાન ભારતના રાજકીય એકીકરણમાં છે. તેમણે ખૂબ જ કુનેહ, મુત્સદ્દીગીરી અને દૃઢ સંકલ્પથી ૫૬૦થી વધુ દેશી રજવાડાઓને શાંતિપૂર્ણ રીતે ભારતીય સંઘમાં વિલીનીકરણ કરાવ્યું અને અખંડ ભારતનું નિર્માણ કર્યું.
સરદાર પટેલની અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવામાં તેમની ભૂમિકા અનન્ય છે.
૭૯ વિધાનસભા તેમજ ૭૮ વિધાનસભા વિસ્તાર એમ બે ભાગ માં યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
તા. ૧૪ નવેમ્બર ૭૯ વિધાનસભા મતક્ષેત્ર માં બપોરે ૪ વાગ્યે રણજીત નગર પટેલ સમાજ થી પ્રસ્થાન કરી, હિંગળાજ ચોક, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી, પવન ચક્કી, આર્ય સમાજ, સેન્ટ્રલ બેન્ક, દરબાર ગઢ, સુભાષ માર્કેટ થી પંચેશ્વર ટાવર પૂર્ણાહુતિ થશે.
તા. ૧૬ નવેમ્બર ૭૮ વિધાનસભા મતક્ષેત્ર માં સવારે ૯ વાગ્યે ગાંધીનગર મેઈન રોડ, સર્વમંગલ પ્લોટ થી પ્રસ્થાન કરી, પટેલ કોલોની, વિકાસ રોડ, ડી કે વી સર્કલ,સાંસદ શ્રી પૂનમબેન માડમ ના ઘર, વાલકેશ્વરી, ઇન્દિરા માર્ગ, ગુરુદ્વારા ચોકડી, થઈ લાલ બંગલે પૂર્ણ થશે.
વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો આ રેલીનું ઠેર ઠેર સ્વાગત કરશે.
દરેક નાગરિકને, સામાજિક સંસ્થાઓને આ યાત્રામાં જોડાવા આહવાન કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં યાત્રામાં જોડાવા શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

