રાષ્ટ્રપતિ તેમની બે દેશોની મુલાકાતના અંતિમ તબક્કામાં બોત્સવાના પહોંચ્યા
રાષ્ટ્રપતિ જાેઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્સોના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૧૧ નવેમ્બર, ૨૦૨૫) અંગોલાની સ્વતંત્રતાની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપી હતી. લુઆન્ડાના પ્રાકા દા રિપબ્લિકામાં આયોજિત એક રંગારંગ સમારોહમાં, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ લોરેન્સો સાથે, અંગોલાની લશ્કરી અને સાંસ્કૃતિક પરંપરાઓનું જીવંત પ્રદર્શન જાેયું હતું.

આફ્રિકાના બે દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બોત્સવાનાના ગેબોરોનમાં સર સેરેત્સે ખામા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યા હતા. આ કોઈપણ ભારતીય રાષ્ટ્રપતિની બોત્સવાનાની આ પહેલી રાજકીય યાત્રા છે.
ભારત-બોત્સવાના મિત્રતાની ઊંડાઈને પ્રતિબિંબિત કરતી એક ખાસ ભાવ તરીકે, બોત્સવાનાના રાષ્ટ્રપતિ મહામહિમ એડવોકેટ ડુમા ગિડીઓન બોકો દ્વારા એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

