Gujarat

સ્પાઇસજેટમાં 5 વધુ બોઇંગ 737 એરક્રાફ્ટનો ઉમેરો, રોજના 176 ફ્લાઇટ્સ સાથે શિયાળુ સિઝનની તૈયારી

સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 5 બોઇંગ 737 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે, જેમાં એક બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 35 એરક્રાફ્ટનો થઈ ગયો છે. આ નવા પાંચ એરક્રાફ્ટના ઉમેરા સાથે, સ્પાઇસજેટે એક મહિનાથી વધુ સમયમાં કુલ 15 વિમાનો તેના કાફલામાં ઉમેર્યા છે.

આ 15 વિમાનોમાં 14 વિમાનો ડૅમ્પ લીઝ પર લેવાયેલા છે અને એક અગાઉ ગ્રાઉન્ડ કરાયેલું બોઇંગ 737 મેક્સ વિમાન ફરીથી સેવામાં આવ્યું છે. નવા ઉમેરાયેલા તમામ વિમાનોએ તાત્કાલિક ધોરણે વ્યાપારી કામગીરી શરૂ કરી દીધી છે, જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર કનેક્ટિવિટીમાં વધારો કરશે.

એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ વધીને 176 પ્રતિ દિવસ પર પહોંચી આ વધારાના એરક્રાફ્ટ શિયાળુ શેડ્યૂલને મોટો વેગ આપશે, જે તહેવારોની અને રજાઓની સિઝન દરમિયાન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કરાયો છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં, સ્પાઇસજેટ રોજના 100 ફ્લાઇટ્સ ઓપરેટ કરતું હતું. નવા એરક્રાફ્ટના ઉમેરા સાથે, એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ હવે વધીને 176 પ્રતિ દિવસ પર પહોંચી ગઈ છે.