અમદાવાદની નરોડા પોલીસે નવી નક્કોર કારના કન્ટેરમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે 6 ગાડીઓની વચ્ચેથી 15 લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. હરિયાણાથી કન્ટેનર ગાડીની ડિલિવરી માટે આવ્યું હતું જેમાંથી દારૂ ઝડપ્યો છે. પોલીસે 15 લાખ દારૂ, 6 કાર, કન્ટેનર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કારના કન્ટેનરની આડમાં દારૂનો જથ્થો હરીયાણાથી અમદાવાદ પહોંચ્યો નરોડા પોલીસની ટીમને બાતમી મળી હતીકે કારના કન્ટેનરની આડમાં દારૂનો જથ્થો હરીયાણાથી અમદાવાદ આવી રહ્યો છે જેના કરાઈ કટ પાસે સફેદ કલરની બંધ બોડીનુ કન્ટેનર રોક્યું હતું. પોલીસે કન્ટેરનને રોકીને ડ્રાઈવર જફરૂદ્દીન અબ્દુલરીમની અટકાયત કરી લીધી હતી.
પોલીસે જફરૂદ્દીનની પુછપરછ કરી ત્યારે તેણે કન્ટેરનમાં 6 નવી નક્કોર કાર જણાવ્યું હતું. જોકે પોલીસે તપાસ કરતા કારની વચ્ચે દારૂનો જથ્થો સંતાડોયો હતો. જફરૂદ્દીન એક પછી એક કન્ટેરનમાંથી દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો. કન્ટેરનમાં એકાદ બે પેટી દારૂ નહી પરંતુ 15 લાખ રૂપિયાની 2215 દારૂની બોટલો હતી.પોલીસે કન્ટેરન ચાલક જફ્રૂદ્દીનની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ હાથ ધરી હતી.
કન્ટેનર અને દારૂનો જથ્થો જપ્ત જફરૂદ્દીનની પુછપરછમાં તેણે કબુલાત કરી છેકે દારૂનો જથ્થો હરીયાણામાં રહેતા કાશીરામે મોકલાવ્યો હતો. પોલીસે કન્ટેનર અને દારૂનો જથ્થો જપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અમદાવાદમાં પહેલી વખત નવી નક્કોર કારની આડમાં દારૂનો જથ્થો આવી રહ્યો હતો.હરીયાણાના ઠેકેદારે ડ્રાઈવર જફરૂદ્દીનને દારૂને ખેપ મારવા માટે ફોડી લીધો હતો.
રૂપિયાની લાલચમાં જફરૂદ્દીન દારૂનો જથ્થો હરીયાણાથી લાવ્યો હતો. કાર કંપનીના સત્તાધીશોને સપનામાં પણ ખ્યાલ ના હતો કે તેમનો ડ્રાઈવર દારૂની હેરફેર કરી રહ્યો છે. પોલીસની તપાસમાં હાલ જફરૂદ્દીન પહેલી વખત દારૂનો જથ્થો લઈને આવ્યો હોવાનુ સામે આવ્યુ છે પરંતુ હજુ તપાસ ચાલી રહી છે.

