National

ED એ રિયલ એસ્ટેટ ફ્રોડ કેસમાં લાલુ પ્રસાદ પરિવારના ‘સહાયક‘ અમિત કાત્યાલની ધરપકડ કરી છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે ગુરુગ્રામમાં ઘર ખરીદનારાઓની કથિત છેતરપિંડી સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરજેડી વડા લાલુ પ્રસાદના પરિવારના નજીકના ગણાતા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અમિત કાત્યાલની ધરપકડ કરી હતી.

આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે કાત્યાલને સોમવારે એજન્સીના ગુરુગ્રામ ઝોનલ ઓફિસ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

ગુરુગ્રામની એક ખાસ કોર્ટે તેમને છ દિવસની ED કસ્ટડીમાં મોકલ્યા હતા. આ તપાસ ગુરુગ્રામના સેક્ટર ૭૦ માં ૧૪ એકરથી વધુ જમીનમાં બનેલા ક્રિશ ફ્લોરેન્સ એસ્ટેટમાં ફ્લેટની ડિલિવરી ન કરવાના આરોપો સાથે સંબંધિત છે.

કાત્યાલની ૨૦૨૩ માં ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

આ પ્રોજેક્ટ કાત્યાલની કંપની, એંગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો હતો. કાત્યાલની ૨૦૨૩ માં પણ લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી અને પરિવારના અન્ય સભ્યો સાથે સંકળાયેલા રેલવેના કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત એક અલગ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ઓગસ્ટમાં ફેડરલ એજન્સી દ્વારા વેપારીને ક્રિશ રીઅલટેક દ્વારા ઘર ખરીદનારાઓ સાથે રૂ. ૫૦૦ કરોડની છેતરપિંડી કરવાના ત્રીજા કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં તે પ્રમોટર છે.