Gujarat

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના ગુનાના 462 આરોપીનું ચેકિંગ‎

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ના ગુનામાં સંડોવાયેલા 462 આરોપીઓનું ચેકિંગ અને વેરીફીકેશન કરવાની ઝુંબેશ પોલીસે હાથ ધરી છે. જેમાં પોલીસે 100 આરોપીઓનું વેરીફીકેશન કરી દેવામાં આવ્યું છે. બાકીના માટેનું ચેકીંગ ચાલુ છે.

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે ચેકિંગ અને વેરિફિકેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલા વિશેષ આદેશના આધારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

પંચમહાલમાં છેલ્લા 30 વર્ષ દરમ્યાન નકલી ચલણી નોટો, નાર્કોટિક્સ, આર્મ્સ સહિત વિવિધ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત દાખલ થયેલા ગુનાઓના 462 આરોપીઓનું 100 કલાકની અંદર ચેકિંગ અને વેરિફિકેશન કરવાનો આદેશ આપતા જિલ્લા પોલીસે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.પંચમહાલ જિલ્લા પોલીસ અલગ અલગ પોલીસ મથકની પોલીસે અત્યાર સુધીમાં આશરે 100 જેટલા શખ્સોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

જ્યારે બાકીનાં આરોપીઓની તપાસની કામગીરી ઝડપથી ચાલુ છે. આ ઝુંબેશનો ઉદ્દેશ જિલ્લામાં શાંતિ-સુવ્યવસ્થા જાળવવા તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓન ગુના માં સંડોવાયેલા આરોપીઓ હાલ શું પ્રવુતિઓ કરે છે તેમજ ફરીથી પ્રવુતિઓ માં જોડાયા છે કે નહીં તેના માટે ચેકીંગ અને વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓના ગુનાના આરોપી નું ચેકિંગ હાથ ધર્યું.