Gujarat

પાલનપુર-આબુ હાઇવે પર ગેરેજમાં આગ લાગી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-આબુ હાઇવે પર ચેકપોસ્ટ ચોકડી નજીક આવેલા એક ગેરેજમાં સાંજના સમયે આગ લાગી હતી.

આ ઘટનામાં ગેરેજનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં ગેરેજમાં રાખેલો સરસામાન આગની લપેટમાં આવી ગયો હતો. આગના કારણે ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.

ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગની ઘટનાને પગલે હાઇવે પર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.