આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે સ્કૂલોના મુખ્ય ધોરણોમાં શામેલ થવા જઈ રહ્યું છે. નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓ માટે AIના નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે. આ પુસ્તકો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓને AI વિષયનું અભ્યાસ શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે અને કેવી રીતે કરવો સહિતની બાબતો શીખવાડમાં માટે NCERTની 16 સભ્યોની વિશેષ ટીમ બનાવી છે. એ ટીમમાં IITના પ્રોફેસરો, IISc બેંગલુરુના નિષ્ણાતો અને મોટા ટેક્નોલોજી કંપનીઓના અધિકારી સામેલ છે.
નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને વિષયનું માર્ગદર્શન શરૂના દિવસથી જ આપવામાં આવશે. AIનો સિલેબસ અને ટીચિંગ-લર્નિંગ મટીરિયલ તૈયાર કરનાર ટીમમાં IIT મદ્રાસ, IIT બોમ્બે અને CBSEના નિષ્ણાંતો સામેલ છે.

