International

અમને બેલારુસમાં રાખવામાં આવેલા ૩૧ નાગરિકો મળ્યા છે: યુક્રેન

એક મહત્વના ઘટનાક્રમમાં યુક્રેને જણાવ્યું હતું કે, તેમને શનિવારે બેલારુસની જેલમાંથી મુક્ત કરાયેલા ૩૧ નાગરિકો મળ્યા છે.

“બેલારુસમાં અટકાયતમાં લેવાયેલા અને બે થી ૧૧ વર્ષની વિવિધ કેદની સજા પામેલા મહિલાઓ અને પુરુષો યુક્રેન પાછા ફરી રહ્યા છે,” કિવની કેદી વિનિમય સંકલન સમિતિએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર જણાવ્યું હતું.

“અમે બેલારુસ અને રશિયાથી યુક્રેનિયન નાગરિકો અને લશ્કરી કર્મચારીઓને પરત લાવવામાં તેમના ફળદાયી કાર્ય માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરીએ છીએ,” તેમાં ઉમેર્યું.