સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો ને દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે, ભાવનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ત્યારે ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને ૨૪ મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. જેમાં દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણોને મનપાએ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
મીડિયા સુત્રો પાસેથી પ્રાપ્તથતી માહિતી અનુસાર દબાણમાં આવતા ૬ ફ્લેટ, ૧ હોસ્ટેલના ૮ રૂમો સહિતના ભાગ પર ત્નઝ્રમ્ ફરી વળ્યું છે. તેમજ મદરેસાના કમ્પાઉન્ડ હોલ, રસોડાનું બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું છે. દબાણની કામગીરીમાં મનપાના દબાણ વિભાગ સહિત ન્ઝ્રમ્, ર્જીંય્ તથા ઁય્ફઝ્રન્ અને ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી છે. તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે ઉભા કરાયેલા ૧૫૦૦ મીટર જેટલી જગ્યા પરનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

