Gujarat

શહેરા બસસ્ટેશનમાં અકસ્માત સર્જાયો – પાર્ક કરેલી ST બસ ગિયરમાંથી સરકતા દિવાલ સાથે અથડાઈ

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલા એસટી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી એક બસ ગિયરમાંથી સરકી જતાં દિવાલ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સ્ટેશનમાં પાર્ક કરાયેલી બસ અચાનક ગબડી હતી. તે બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસેની દિવાલ તોડીને જાહેર ખબરના થાંભલા સાથે અથડાઈને થંભી ગઈ હતી.

જો બસ રોડ પર આવી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. જોકે, જાહેર ખબરના થાંભલાએ બસને રોડ પર જતી અટકાવી હતી, જેના કારણે મુસાફરો કે રાહદારીઓને કોઈ ઈજા થઈ ન હતી.