દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ તથા સહકારિતામંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (૫થી ૭ ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ?૧૫૦૬ કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસકાર્યોની ભેટ આપશે. સૌથી પહેલા તેમમે ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા હતા. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હતા. ત્યાર બાદ તેઓ ધ અર્થ સમિટ ૨૦૨૫-૨૬માં હાજરી આપવા ગાંધીનગર જવા રવાના થઈ ગયા હતા.
અમિત શાહે નાબાર્ડ–ૈંછસ્છૈંના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં યોજાયેલી ‘ધ અર્થ સમિટ ૨૦૨૫-૨૬’નું ઉદ્દઘાટન કર્યું હતું. આ ઉપરાંત સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ‘સહકાર સારથી એપ’નું લોકાર્પણ, ગ્રામીણ અર્થતંત્ર મજબૂત કરવાની દિશામાં ૧૩ નવી ડિજિટલ સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, નાબાર્ડના ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સહકાર બેંકિંગ નેટવર્કને મજબૂત બનાવતી ડિજિટલ સેવા ‘સહકાર સારથી એપ’નું લોકાર્પણ થયું, જેનાથી ગ્રામીણ બેંકો, અર્બન કો-ઓપરેટિવ બેંકો અને જિલ્લા-રાજ્ય સહકારી બેંકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. સમિટમાં એક સાથે ૧૩ નવી સેવાઓનો પ્રારંભ પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, આજની અર્થ સમિટ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ ધરાવે છે. કૃષિ, પશુપાલન અને સહકાર-દેશના વિકાસના ત્રણ આધારસ્તંભ છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ વિભાગોના બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો છે. દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી. ટેક્નોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકશે નહીં; સહકાર સારથી ડિજિટલ પારદર્શિતા અને ઓછા ખર્ચે સેવા ઉપલબ્ધ કરાવશે.
બનાસકાંઠા અને પંચમહાલમાં ચાલતા પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા છે, જેના આધારે ભવિષ્યમાં આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ થશે. ડેરી ક્ષેત્રની સર્ક્યુલર ઇકોનોમી માટે ગુજરાત રોલ મોડલ બન્યું છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીનાં પ્રયાસો વધતા, દેશમાં હાલ ૪૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી ચૂક્યા છે, અને અમૂલની ૪૦ ઓર્ગેનિક પ્રોડક્ટ ઓનલાઈન ઉપલબ્ધ છે.
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રણ દિવસીય ધ અર્થ સમિટના અમૃત ચિંતનથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા નવી ઊંચાઈઓએ પહોંચશે અને આર્ત્મનિભર ભારતના સંકલ્પને મજબૂત કરશે. અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવમાં અલગ-અલગ સ્વદેશી વસ્તુઓના આકર્ષક સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. મુખ્ય અભિયાનો- પર્યાવરણ સંકલ્પ, સ્ટાર્ટઅપ ઉડાન, સ્વદેશી સંકલ્પ, સ્વાવલંબન અને માતૃશક્તિની ભૂમિકા, સાયબર સિક્યોરિટી જાગૃતિ, આયુર્વેદ અને સ્વાસ્થ્ય પ્રાકૃતિક તથા ઓર્ગેનિક ખેતી પર સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ સ્વદેશોત્સવ કાર્યક્રમ ૫ દિવસ સુધી ચાલશે.

