નવાગામના કોમ્યુનિટી હોલ ખાતે આવેલ મહામાનવ ડૉ. આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરકારી કર્મચારીઓ, વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ તેમજ ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. આંબેડકરના વિચારો, સમાનતા, બંધારણીય મૂલ્યો અને સમાજ સુધારણા કાર્યોને યાદ કરતાં ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમની પ્રેરણાદાયક કારકિર્દીની ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ માટે આંબેડકરજીના માર્ગદર્શક વિચારને અનુસરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી.
કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ગાંભીર્યપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
રિપોર્ટર પરેશ લશ્કરી

