દર વર્ષે 9 ડિસેમ્બર વિશ્વ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઓળખાય છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં સરકારી અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની 1 લાખ ફરિયાદો નોંધાઇ છે. તકેદારી આયોગના વાર્ષિક અહેવાલોમાં વિગતો સામે આવી છે. વિભાગો,બોર્ડ-નિગમો તરફથી સજા કે દોષમુક્તિના જે હુકમો મળે છે તે વિશે આયોગે જણાવ્યું છે કે, ઘણા કેસોમાં ખાતાકીય તપાસમાં આક્ષેપિત સામેના ગંભીર આરોપ પુરવાર થયા હોવા છતાં નાની શિક્ષા કરી પ્રકરણ બંધ કરી દેવામાં આવતું હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચારના 1475 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, માત્ર 12% એટલે કે 187 કેસ જ સાબિત થયા છે.
1. ભૂતિયા શિક્ષકોની ભરતી 2015માં વડોદરામાં હોમિયોપેથીક કોલેજમાં શિક્ષકોની ભરતી કરી લાખોની ગ્રાન્ટ મેળવવાની ફરિયાદ અંગે આયોગે રિપોર્ટ માગ્યો. આરોગ્ય વિભાગે 2017માં નિવૃત્તિનો ઉલ્લેખ કર્યા સિવાય અને 2022માં આરોપીની નિવૃત્તિ બાદ રિપોર્ટ આપ્યો. 7 વર્ષના વિલંબના કારણે કાર્યવાહી જ ન થઇ શકી.
2. પોલીસ અધિકારી 2004માં ગૃહ વિભાગની રજૂઆતથી આયોગે ડીવાયએસપી, 2 આરોપી સામે સજાની ભલામણ કરી. 2018માં એક આરોપીને દોષમુક્ત કરવા માગતી હોવાથી સમંતિ થઇ. એએસઆઇ, ડ્રાઇવર સામે સજાની ભલામણ, પરંતુ વિભાગે વયનિવૃત થતાં તપાસ નહીં તેવી સ્પષ્ટતા 2023માં આપી.
3. પોરબંદર દ્વારકા નેશનલ હાઈવેઃ ફ્લાય ઓવર બ્રિજ પડવાની 2014માં ફરિયાદ થતા આયોગે વધુ વિગત માટે માર્ગ-મકાન વિભાગ પાસે રિપોર્ટ માગ્યો. 2021માં વિભાગે આયોગ પાસે રેકોર્ડ માગ્યા, 2023માં આયોગની ભલામણ માટે રજૂઆત કરી. 13માંથી 11 સામે વયનિવૃત્તિના કારણે કાર્યવાહી ના થઇ શકી.

