તમિલગા વેત્રી કઝગમ ના ચીફ અને અભિનેતા વિજયે મંગળવારે પુડુચેરી સ્થિત ઉપ્પલમના એક્સપો ગ્રાઉન્ડ (ન્યૂ પોર્ટ) માં એક વિશાળ રેલી યોજી હતી. આ દરમિયાન તમિલનાડુના એક વ્યક્તિએ પિસ્તોલ લઈને ઘુસવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અફરાતફરી મચી ગઈ. પોલીસે તેને પકડી લીધો. વ્યક્તિએ દાવો કર્યો કે તેની પાસે લાઇસન્સવાળી પિસ્તોલ છે. તેણે જણાવ્યું કે તે એક ખાનગી સુરક્ષા અધિકારી છે, પરંતુ સમયસર ન પહોંચવાને કારણે તે પોતાની ટીમ સાથે જઈ શક્યો નહીં. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે તે કોને સુરક્ષા આપી રહ્યો છે, ત્યારે વ્યક્તિએ કોઈ જવાબ આપ્યો નહીં. બીજી તરફ, અભિનેતા વિજયની રેલીમાં ભીડ બેકાબૂ બની ગઈ. રેલીમાં માત્ર ૫,૦૦૦ લોકોને એન્ટ્રીની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, મોટી સંખ્યામાં લોકો રેલી સ્થળ પર પહોંચી ગયા. યુવક-યુવતીઓ અને મહિલાઓ બેરિકેડ કૂદીને અંદર ઘૂસી ગયા. લોકો વિજયની એક ઝલક જાેવા માટે નજીકના ઝાડ પર પણ ચઢી ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષાકર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ૨૭ સપ્ટેમ્બરે કરુરમાં ્ફદ્ભની રેલીમાં નાસભાગ મચતા ૪૧ લોકોના મોત થયા હતા. નાસભાગ બાદ વિજયની આ પ્રથમ જનસભા હતી. તમિલનાડુ સરકારે વિજયને રેલીઓ કાઢવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
વિજયે રેલીને સંબોધતા કહ્યું કે કેન્દ્ર સરકાર તમિલનાડુ અને પુડુચેરીને અલગ-અલગ માને છે, પરંતુ અમારા માટે બંને એક છે. વિજયે કહ્યું- કેન્દ્રએ પુડુચેરીના વિકાસમાં તેનો સાથ આપ્યો નથી. પુડુચેરી વિધાનસભાએ વર્ષોથી રાજ્યનો દરજ્જાે આપવાની માંગ કરતા ૧૬ પ્રસ્તાવો પસાર કર્યા છે. પરંતુ કેન્દ્રએ તેના પર ધ્યાન આપ્યું નથી. વિજયે તમિલનાડુની ડ્ઢસ્દ્ભ સરકાર પર નિશાન સાધતા કહ્યું- ડ્ઢસ્દ્ભ સરકારે પુડુચેરીની નિષ્પક્ષ સરકાર પાસેથી કંઈક શીખવું સારું રહેશે, પરંતુ તેઓ હમણાં શીખશે નહીં. ડ્ઢસ્દ્ભ સરકાર ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાંથી ૧૦૦% પાઠ ભણશે. પુડુચેરી પોલીસે ઉપ્પલમ એક્સપો ગ્રાઉન્ડમાં રેલી માટે કેટલીક શરતો મૂકી હતી. આ અંતર્ગત ફક્ત ૫૦૦૦ લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી. પાર્ટી દ્વારા જારી કરાયેલા ઊઇ કોડ પાસના આધારે જ એન્ટ્રીની મંજૂરી હતી. રેલીમાં વિજયને સવારે ૧૦ થી બપોરના ૧૨ વાગ્યાની વચ્ચે વેનમાંથી ભાષણ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રશાસને રોડ શોની મંજૂરી આપી ન હતી. પોલીસે એમ પણ જણાવ્યું કે વિજયના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો રોડ શો થશે નહીં અને ફક્ત નિયંત્રિત જનસભાની મંજૂરી છે. સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને પોલીસે બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગોને કાર્યક્રમમાં ન આવવા અપીલ કરી હતી. આ ઉપરાંત, તમિલનાડુના લોકોના આવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમને પુડુચેરીની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી હતી, જેથી રેલીમાં ભીડ ન વધે.
આ જ વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની રેલી દરમિયાન નાસભાગ મચી હતી. રેલીમાં આવેલી ભીડ અચાનક બેકાબૂ બની ગઈ હતી જેમાં કુલ ૪૧ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ વિજયની પાર્ટી ્ફદ્ભએ તેના તમામ મોટા જાહેર કાર્યક્રમો અને રેલીઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધા હતા.

