Gujarat

પાટણમાં HNGU ખાતે વેસ્ટ ઝોનની યુનિવર્સિટીઝની 93 ટીમોએ લીધો ભાગ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે.

યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉ. કે. સી. પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહાસચિવ રામાનંદ ચૌધરી અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા સહિત રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈ અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ. ચિરાગ એ. પટેલ જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત આ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટમાં પશ્ચિમી ક્ષેત્રના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા – માંથી કુલ 93 ટીમોએ ભાગ લીધો છે.

આ સ્પર્ધા નોકઆઉટ કમ લીગ પદ્ધતિથી રમાશે. આ વિશાળ સ્પર્ધામાં 93 ટીમોના કુલ 1300 ખેલાડીઓ ઉપરાંત 186 ટીમ મેનેજર અને કોચ પણ જોડાયા છે, જેના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખેલાડીઓની રોનકથી છલકાઈ ઉઠ્યું છે.