છત્તીસગઢના સુકમા જિલ્લામાં છ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૧૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે, આ સાથે, આ વર્ષે જિલ્લામાં કુલ ૨૬૩ માઓવાદીઓએ હિંસા છોડી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ૧૦ નક્સલીઓએ પોલીસના પૂના માર્ગેમ (પુનર્વાસનથી સામાજિક પુનર્ગઠન સુધી) પહેલ હેઠળ વરિષ્ઠ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જિલ્લા અધિકારીઓની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું.
નક્સલીઓએ છદ્ભ-૪૭ રાઇફલ, બે સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ સોંપી
તેઓએ એક છદ્ભ-૪૭ રાઇફલ, બે સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ, એક સ્ટેનગન અને એક બેરલ ગ્રેનેડ લોન્ચર (મ્ય્ન્) પણ સોંપ્યા હતા. આ શસ્ત્રો જપ્ત કરવા બદલ કુલ ૮ લાખ રૂપિયાનું ઈનામ હતું, એમ એસપીએ જણાવ્યું હતું.
કુલ આત્મસમર્પણ કરનારા કેડરમાંથી, માઓવાદીઓના કંપની પ્લાટૂન કમાન્ડર મિડિયામ ભીમા (૩૦) પર ૮ લાખ રૂપિયાનું ઈનામ હતું. ચવ્હાણે જણાવ્યું હતું કે, ગંગા કુંજમ (૨૨), લેકમ રામા, તાતી સોની (૩૨) અને શાંતિ સોઢી (૨૧) પર ૫-૫ લાખ રૂપિયાનું ઈનામ હતું, જ્યારે માધવી નવીન (૨૦), માધવી રુકણી (૨૪), ઓયમ માંગલી (૨૨), પોડિયમ માંગી (૨૦) અને માધવી ગાંગી (૧૯) પર ૧-૧ લાખ રૂપિયાનું ઈનામ હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરના ભૂતકાળમાં શરણાગતિની સંખ્યા દર્શાવે છે કે આ પ્રદેશમાં વિશ્વાસ, શાંતિ અને વિકાસની પ્રક્રિયા સતત વેગ પકડી રહી છે.
૧૧ મહિનામાં ૧,૫૧૪ માઓવાદીઓએ શસ્ત્રો મૂક્યા છે
પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પટ્ટીલિંગમે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ મહિનામાં બસ્તર ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૧,૫૧૪ માઓવાદીઓએ શસ્ત્રો મૂક્યા છે. તેમણે ઉમેર્યું કે, પોલિટબ્યુરો સભ્ય દેવજી, દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના સભ્ય પપ્પા રાવ, દેવા (બરસે દેવા) અને અન્ય સહિત બાકીના માઓવાદીઓ પાસે હિંસા છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી.
બે વર્ષમાં છત્તીસગઢમાં ૨,૪૦૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
પોલીસના ડેટા મુજબ, છેલ્લા બે વર્ષમાં છત્તીસગઢમાં લગભગ ૨,૪૦૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. ગુરુવારે, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ૪૩ લાખ રૂપિયાના કુલ ઈનામ ધરાવતા બે નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દીપક અને રોહિત તરીકે ઓળખાતા આ બંનેએ બિરસા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા કોરકા સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કેમ્પમાં આત્મસમર્પણ કર્યું હતું.
અધિકારીઓએ શરણાગતિને સુરક્ષા દળો માટે “મોટી સફળતા” ગણાવી. જ્યારે જિલ્લાના પાલાગોંડીના રહેવાસી દીપક પર ૨૯ લાખ રૂપિયાનું ઈનામ હતું, ત્યારે રોહિત પર ૧૪ લાખ રૂપિયાનું ઈનામ હતું. બંને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે ઉત્સુક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

