ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર!
હાલ ના સમયે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી પાંચ મેચની સીરિઝમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ન રહેલ ભારતીય વાઈસ કેપ્ટન શુભમન ગિલ અંગૂઠાની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી બે ટી૨૦ (પાંચમી) મેચ રમી શકશે નહીં. તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ સાવચેતીભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના સ્થાને સંજુ સેમસન ઇનિંગ શરૂ કરે તેવી અપેક્ષા છે.
શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20I શ્રેણીમાં
•દક્ષિણ આફ્રિકા સામે ૦ – પ્રથમ T20I માં કોઈ રન બનાવ્યા વિના આઉટ.
•દક્ષિણ આફ્રિકા સામે ૪ – બીજી T20I માં ૪ રન બનાવ્યા.
•દક્ષિણ આફ્રિકા સામે ૨૮ – ત્રીજી T20I માં ૨૮ રન બનાવ્યા.
ભારત હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની ્૨૦ સીરિઝમાં ૨-૧થી આગળ છે. ભારતે પહેલી મેચ જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં વાપસી કરી હતી, પરંતુ ભારતે ત્રીજી મેચ જીતી હતી. ચોથી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે સાંજે ૭:૦૦ વાગ્યે શરૂ થવાની હતી, જેમાં ટોસ ૬:૩૦ વાગ્યે શરૂ થવાનો હતો. જાેકે, ખરાબ હવામાનને કારણે, ટોસમાં વિલંબ થયો અને મેચ આખરે રદ કરવામાં આવી હતી.
શુભમન ગિલનો T20I રેકોર્ડ
શુભમન ગિલે જુલાઈ ૨૦૨૪થી T20I માં એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે અડધી સદી ઝિમ્બાબ્વે સામે ફટકારી હતી. ગિલે અત્યાર સુધીમાં ૩૬ ્૨૦ૈં રમી છે, જેમાં ૨૮.૦૩ ની સરેરાશ અને ૧૩૮.૫૯ ના સ્ટ્રાઇક રેટથી ૮૬૯ રન બનાવ્યા છે. તેણે ્૨૦ૈં ક્રિકેટમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.

