Gujarat

27-28 ડિસે. જૂનાગઢમાં ગુજરાત વીજ વિભાગનાં એન્જિનિયર્સ એસો.નું 27મુ અધિવેશન

ગુજરાતના વીજ વિભાગનાં એન્જિનિયર્સ એસોસિએશન એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની વીજ કંપનીઓ GETCO, GSECL, PGVCL, DGVCL, MGVCL અને UGVCLના તમામ કંપનીમાં કામ કરતા વીજ ઈજનેરો એટલે કે, જુનિયર ઈજનેરથી લઈને ચીફ ઈજનેર સુધીના મેમ્બરો મળીને અંદાજે સાત હજારથી વધુ સભ્યો આ એસોસિએશન સાથે જોડાયેલા છે. અધિવેશનમાં આગામી ત્રણ વર્ષ એટલે કે, 2026થી 2028 દરમિયાનનાં સમયગાળા માટે GEBEA સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

GEBનું 27મુ અધિવેશન જૂનાગઢમાં યોજાશે ગુજરાત ઈલેકટ્રીક બોર્ડ એન્જિનિયર એસોસિએશનનું 27મુ ત્રિ-વાર્ષિક અધિવેશન જુનાગઢમાં જુના બાયપાસ રોડ ઊપર ધોરાજી ચોકડી નજીક આવેલ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ જોષીપરાની વિશાળ જગ્યામાં આગામી 27 અને 28 ડિસેમ્બરે યોજાશે.

અધિવેશનમાં ગુજરાતભરમાંથી 5000થી વધુ ઈજનેરો પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. હાલ GEBEAના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયાના માર્ગદર્શન નીચે સંપૂર્ણ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.