અમદાવાદના મિરઝાપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતી મહિલા કર્મચારીએ થોડા દિવસ અગાઉ કેશરૂમમાં જઈને 80 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહિલા નોકરી પર જવાનું બંધ કરી દીધું હતું. મેનેજરે હિસાબ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. મેનેજરે મહિલા વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મેનેજરે કેશરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ને ખબર પડી મિરઝાપુર કોર્ટની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર આસિફ મન્સૂરી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 4 ડિસેમ્બરે આસિફે કેશરૂમમાં જઈને ગણતરી કરી ત્યારે વકરા કરતા 80 હજાર રૂપિયા ઓછા હતા, જેથી આસિફે કેશરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે સીસીટીવી ફુટેજમાં બપોરની શિફટમાં કામ કરતી મહેરાજબાનું અંસારી અલગ અલગ રકમમાંથી ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહેરાજબાનુએ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું.
ફરિયાદ નોંધાઈ થોડા સમય સુધી રાહ જોયા બાદ મહેરાજબાનું પરત ન આવતા આસિફે શાહપુર પોલીસ સ્ટેશનમાં મહેરાજ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

