અમદાવાની સાબરમતી જેલમાં પાકા કામના કેદીની બેરેકમાં લાદી નીચે સંતાડેલો મોબાઈલ ફોન મળી આવતા જેલની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. મોબાઈલ ફોનમાં સીમકાર્ડ ન હોય કોનો છે તે સામે આવ્યું નથી. અજાણ્યા કેદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બડા ચક્કરમાં 44 નંબરના યાર્ડની બેરેકમાંથી મોબાઈલ મળ્યો સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી જેલર તરીકે ફરજ બજાવતા મોહસીન પઠાણને બાતમી મળી હતી જેના આધારે જૂની જેલમાં બડા ચક્કરમાં 44 નંબરની યાર્ડમાં તપાસ કરવામાં આવી રહી હતી.
આ તપાસ દરમિયાન બંધ બાથરૂમમાં લાદી તોડવામાં આવી હતી ત્યારે નોકિયા કંપનીનો ફોન મળી આવ્યો હતો.આ ફોનમાં કોઈ સીમકાર્ડ નહોતું જેથી ફોન કોનો છે તે જાણી શકાયું નથી.જેલર દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
પાકા કામના કેદીની બેરેકમાંથી મોબાઈલ મળતા જેલ પ્રશાસન પર અનેક સવાલ ઊભા થયા છે.અગાઉ અતિક અહમદે સાબરમતી જેલમાંથી બેઠે બેઠા હત્યા કરાવી હોવાની વાત સામે આવી હતી.લોરેન્સ બિશ્નોઈ પણ સાબરમતી જેલમાં બંધ છે ત્યારે જેલમાંથી મોબાઇલ મળતા અનેક સવાલ ઊભા થયા છે.

