સાબરકાંઠા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે જેમાં ખેડબ્રહ્માની ખેડવા ચેકપોસ્ટ પરથી ર્જીંય્ની ટીમે ફિલ્મી ઢબે ત્રણ પિસ્તોલ અને મેગઝીન સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. SOG ચાર્ટરની કામગીરી દરમિયાન પકડાયેલા આ હથિયારો રાજસ્થાન તરફથી લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
મીડિયા સુત્રો થકી મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા ર્જીંય્ની ટીમ SOG ચાર્ટરની કામગીરી હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખેડવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારે રાજસ્થાન પાસિંગનું એક શંકાસ્પદ બાઈક આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. બાઈક પર સવાર બે શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમના થેલાની તલાશી લીધી હતી.
આ મામલે પોલીસની તપાસમાં થેલામાંથી ૩ નંગ પિસ્તોલ અને૧ મેગઝીન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ર્જીંય્ એ તાત્કાલિક અસરથી હથિયાર, બાઈક અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હથિયાર સાથે પકડાયેલા બે શખ્સો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર શખ્સ મળી કુલ ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ખેડબ્રહ્મા પોલીસને સોંપવામાં આવ્યા છે.

