માણાવદર નગરપાલિકા દ્વારા 1.45 કરોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પનારાના હસ્તે કરવામાં આવ્યું હતું હસ્તે કરવામાં આવ્યું હતું. માણાવદર નગરપાલિકાની લોકોની સુખાકારી માટે વિવિધ વિસ્તારોમાં અંદાજિત 1.45 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 21.15 લાખના ખર્ચે વોર્ડ નં. 1, ચુનારાવાસમાં કોમ્યુનિટી હોલ, 16 લાખના ખર્ચે વૉર્ડ નં. 3, ગૌતમનગર સોસાયટી પાછળ બોક્સ કન્વર્ટનું કામ, 78.91 લાખના ખર્ચે હડમતાળી હનુમાન મંદિર પાસે પુલનું નિર્માણ, 2.26 લાખના ખર્ચે લક્ષ્મી નગર મેઇન રોડ ઉપર એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઈટ, 17 લાખના ખર્ચે વોર્ડ નં. 7માં બાપાસીતારામ મંદિર ખાતે કમ્પાઉન્ડ હોલ, 4.67 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું રીનોવેશન કામના ખાતમુહૂર્ત અને વોર્ડ નં. 3માં લક્ષ્મીનગર સોસાયટી ખાતે 5 લાખના ખર્ચે તૈયાર થયેલ રેન બશેરાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ તકે માણાવદર પાલિકા ચીફ ઓફિસર બી.પી. બોરખતરીયા, કારોબારી અધ્યક્ષ વિજયભાઈ બાટવિયા, શહેર ભાજપ પ્રમુખ નીરજ જોષી, ઉપપ્રમુખ પ્રતિનિધિ નીલદિપસિંહ ચુડાસમા, દિલીપભાઈ રાડા, યોગેશભાઈ ધ્રાંગા સહિતના નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

