અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી હાઈબ્રીડ ગાંજો અને ગોલ્ડ સાથે પ્રવાસીઓ પકડાઈ રહ્યા છે. જેના કારણે હવે ડ્રગ્સની હેરફેર કરતા પેડલરોએ સુરત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.
સુરત પોલીસે બાતમીના આધારે એરપોર્ટ પરથી 6 કરોડની કિંમતના 17 કિલો 700 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે બે શખસોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

