મહેસાણાના મગુના ગામે રાજકીય ઉહાપોહ થતા દારૂબંધી મામલે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા દારૂબંધી મામલે ગ્રામજનો સમક્ષ જ કાર્યવાહી અંગેની વ્યૂહરચના કરતા દારુબંધીના શૂરમાં ગ્રામજનોએ પણ પોલીસ સાથે શૂર પુરાવતા દારૂબંધી સમિતિની રચના કરાઈ હતી અને લાંબા સમયથી બંધ રહેલા મગુના આઉટ પોસ્ટને પુનઃ શરૂ કરવામાં આવી હતી.

બુટલેગરો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ મહેસાણાના સાથલ પોલીસ મથકની હદમાં બુટલેગરો સામે કાર્યવાહી કરવા અંગે સ્થાનિકોમાં બૂમ ઉઠવા પામી હતી.ત્યાં રાજકીય પરિબળોએ પણ આ મુદ્દાને વગે આપ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ સામે સઘન કાર્યવાહી કરવાની તૈયારી સાથે ગ્રામજનો સાથે રાત્રી બેઠક યોજવામાં આવી હતી.

PSI, હોમગાર્ડ સહિત 4 કર્મીના સ્ટાફ સાથે મગુના આઉટ પોસ્ટ શરૂ આ બેઠકમાં સાંથલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.વરચંદ દ્વારા મગુના ઓ.પી.ની ટીમ સાથે હાજરી આપી ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.
જે બાદ PIએ ગામમાં અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે ગ્રામજનો સાથે દારૂબંધી સમિતિની રચના કરી હતી. તો તેમની માગ મુજબ 1 PSI અને હોમગાર્ડ સહિત 4 પોલીસ કર્મીઓના સ્ટાફ સાથે મગુના આઉટ પોસ્ટ શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા મળતી રજૂઆતો ધ્યાને લઈ જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ સામે આવે ત્યાં તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

