મીડિયા સૂત્રો દ્વારા ટાંકવામાં આવેલા સાક્ષીઓના જણાવ્યા અનુસાર, તાઇવાન ક્ષેત્રમાં ૬.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી રાજધાની તાઇપેઈમાં ઇમારતો હચમચી ગઈ હતી.
મીડિયા સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે બુધવારના ભૂકંપથી સમગ્ર શહેરમાં જાેરદાર આંચકા અનુભવાયા હતા.
GFZ અનુસાર, ભૂકંપ ૧૦ કિલોમીટર (૬.૨૧ માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો.
સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, તાઇવાનના દક્ષિણપૂર્વ તાઇતુંગ કાઉન્ટીમાં ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

