જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સફાઇ, રોડ, ભૂગર્ભ ગટર,સિકયુરીટી સહિતના જુદા જુદા વિકાસ કામો માટે રૂા. 9.82 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.જેમાં ખંભાળિયા રોડ પર સ્પોટર્સ કોમ્પલેક્ષ(ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસી આપવાના કામ માટે રૂા. 81.62 લાખના ખર્ચને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો.
મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બુધવારે બપોરે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વોટર વર્કસ શાખામાં દશ સીટી ઇએસઆરના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ(બે વર્ષ) કરવાના કામ માટે રૂા. 241.64 લાખ, શહેર ઝોન-2માં જુદીજુદી પાઇપલાઇનના મજુરી કામ માટે વધારાના 22.49 લાખ,ખંભાળિયા રોડ પર હોટલ વિશાલ પાછળ ટીપી સ્કીમ નં.2,અંતિમ ખંડ નં. 98 વાળી જગ્યામાં સ્પોટર્સ કોમ્પલેક્ષ ( ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ આપવાના કામ માટે રૂા. 81.62 લાખ મંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો.
વોર્ડ નં.7માં પ્રમુખ પાર્ક સોસાયટી માર્ગ તથા કવાલીટી વોલ આઇસક્રિમ પાસેના રસ્તા પર સીસી રોડ માટે 207.58 લાખ,વોર્ડ નં.9માં ગુરૂધ્વારા બાજુની શેરીમાં સીસી રોડ માટે 37.71 લાખ વોર્ડ નં. 5માં સીસી રોડ કામ માટે રૂા. 33.63 લાખ ઉપરાંત મનપામાં સિકયુરીટી સેવાઓની મુદત લંબાવવા તથા વધારાના ખર્ચ સંદર્ભે 13.90 લાખના ખર્ચને મંજુરી સહિતની દરખાસ્તોને બહાલી અપાઇ હતી. જયારે ખાલી જગ્યા પર ડે.સેક્રેટરી તરીકે ચંદ્રેશ બી. સંધાણીને બઢતી આપવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી.

