આમ આદમી પાર્ટી (AAP) એ અમિત પાલેકરને તેના ગોવા એકમના પ્રમુખ પદેથી હટાવી દીધા છે, એમ છછઁ ના એક કાર્યકર્તાએ બુધવારે જણાવ્યું હતું. છછઁ ગોવાના પ્રભારી આતિશીએ જણાવ્યું હતું કે પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ, જે તેની સર્વોચ્ચ ર્નિણય લેતી સંસ્થા છે, એ તાત્કાલિક અસરથી રાજ્ય એકમના પ્રમુખ તરીકેની તેમની જવાબદારીઓમાંથી પાલેકરને મુક્ત કરવાનો ર્નિણય લીધો છે.
તેમણે ઉમેર્યું હતું કે ગોવા રાજ્ય મહાસચિવ (સંગઠન), શ્રીકૃષ્ણ પરબ આગામી આદેશો સુધી છછઁ ગોવા પ્રમુખનો વધારાનો હવાલો સંભાળશે. પાલેકરને દૂર કરવા માટે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી.
AAPએ એક બેઠક જીતી હતી
જાેકે, જિલ્લા પંચાયત (જિલ્લા પરિષદ) ની ચૂંટણીમાં AAP ના નિરાશાજનક પ્રદર્શન પછી આ ર્નિણય લેવામાં આવ્યો છે, જેના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ ૨૦ ડિસેમ્બરની ચૂંટણીમાં ૪૨ બેઠકો પર ચૂંટણી લડી હતી અને એકમાં અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો, પરંતુ ફક્ત એક જ બેઠક જીતી શકી હતી.
વ્યવસાયે વકીલ પાલેકર, ૨૦૨૨ ની ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા છછઁ માં જાેડાયા હતા અને તેમને પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. છછઁ એ ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં બે બેઠકો જીતી હતી.
ભાજપે ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં સપાટો બોલાવ્યો
ભારતીય જનતા પાર્ટી એ સોમવારે (૨૨ ડિસેમ્બર) ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી ૨૦૨૫ માં પ્રચંડ વિજય નોંધાવ્યો, ૨૯ બેઠકો જીતી અને ૫૦ સભ્યોની સંસ્થામાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી. તમામ ૫૦ બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
૫૦ બેઠકોમાંથી, મ્ત્નઁ એ ૨૯ બેઠકો જીતી, કોંગ્રેસે ૧૦ બેઠકો મેળવી, જ્યારે અપક્ષોએ ચાર બેઠકો જીતી. મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (સ્ય્ઁ) એ ત્રણ બેઠકો, રિવોલ્યુશનરી ગોઆન્સ પાર્ટી એ બે બેઠકો અને ગોવા ફોરવર્ડ પાર્ટી (ય્હ્લઁ) અને આમ આદમી પાર્ટી (AAP) એ એક-એક બેઠક જીતી. મ્ત્નઁ એ સ્ય્ઁ સાથે જાેડાણમાં ચૂંટણી લડી, જ્યારે કોંગ્રેસે ય્હ્લઁ સાથે જાેડાણમાં ચૂંટણી લડી.
આ ચૂંટણીઓને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમને આગામી વિધાનસભા ચૂંટણીઓ, જે ૨૦૨૭ માં યોજાવાની સંભાવના છે, તે પહેલાં જનતાની લાગણીનું માપદંડ માનવામાં આવે છે. ભાજપ ૨૦૧૨ થી ગોવામાં સત્તામાં છે.
ભાજપના ઉમેદવારોએ સિઓલિમ, તાલેગાઓ, લાતામ્બરસેમ, હોન્ડા, સોકોરો, ક્વેરિમ, કારાપુર-સરવન, કુર્તી, સાનવોર્ડેમ, નાગરગાઓ, બાર્સેમ, સાનકોલે, ઉસગાઓ-ગંજેમ, કાલાંગુટ, ધારબંદોરા અને ઝેલ્ડેમ સહિત અનેક મુખ્ય મતવિસ્તારોમાં વિજય મેળવ્યો. કોંગ્રેસે કુર્ટોરિમ, નાવેલિમ, નુવેમ, અલ્ડોના, દાવોર્લિમ, ગુઇરડોલિમ અને કોલામાં બેઠકો જીતી. અપક્ષોએ પણ નોંધપાત્ર અસર કરી, જેમાં અરંબોલથી રાધિકા પાલેયકર અને બેટકી-કેન્ડોલાના સુનીલ જાલ્મી જેવા ઉમેદવારોએ વિજય મેળવ્યો.

