પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ જાન્યુઆરી ૨૦૨૬થી મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવાને મંજૂરી આપી છે, જેના હેઠળ રાજ્યના દરેક પરિવારને ૧૦ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારનો હક મળશે.
આરોગ્ય વિભાગની બેઠકની સમીક્ષા કરતા માનએ જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્ય નાગરિકો પર તબીબી ખર્ચના નાણાકીય બોજને નોંધપાત્ર રીતે ઘટાડીને સાવર્ત્રિક આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાનો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, પંજાબ દરેક પરિવારને ૧૦ લાખ રૂપિયા સુધીની રોકડ રહિત સારવાર પૂરી પાડતું દેશનું પ્રથમ રાજ્ય બનશે.
હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીની સારવાર આવરી લેવામાં આવશે
તેને એક મુખ્ય પહેલ તરીકે વર્ણવતા, મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અને તમામ રહેવાસીઓ માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની પહોંચની ખાતરી આપશે.
તે પંજાબ અને ચંદીગઢમાં પેનલમાં સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોટી બીમારીઓ, ક્રિટિકલ કેર, સર્જરી અને જીવનરક્ષક સારવારને આવરી લેશે.
માનએ કહ્યું કે આ યોજના સંપૂર્ણપણે રોકડ રહિત અને કાગળ રહિત સારવાર સુનિશ્ચિત કરશે, જે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખિસ્સામાંથી થતા આરોગ્યસંભાળ ખર્ચને રોકવામાં મદદ કરશે.
મંજૂર પેકેજાે હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા, શસ્ત્રક્રિયાઓ, ૈંઝ્રેં સંભાળ, નિદાન, દવાઓ અને હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીની સારવાર સંબંધિત ખર્ચ આવરી લેવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે યોજના હેઠળ સારવાર મર્યાદા ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સહિત પંજાબના તમામ રહેવાસીઓ પાત્ર રહેશે, તેમની આવકની કોઈ મર્યાદા રહેશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.

