Gujarat

અબોલ જીવોની જીવદયા માટે સુરેન્દ્રનગર માં ભવ્ય “અહિંસા ભક્તિ” Jain Live Concertનું આયોજન

પ. પુ. આ. ભગવંત તીર્થભદ્રસુરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ની પાવન નિશ્રામાં, તેમજ આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તથા અહિંસા યુવા સંગઠન દ્વારા આયોજિત, અબોલ જીવો (જીવદયા) ના લાભાર્થે ભવ્ય “અહિંસા ભક્તિ” – Jain Bhakti Concert નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ 10 જાન્યુઆરી 2026, શનિવારના રોજ સાંજે 7:30 વાગ્યાથી,
જિન ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે.

કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત જૈન ગાયકોએ પોતાની ભક્તિરસથી પરિપૂર્ણ પ્રસ્તુતિ આપશે. જેમાં પારસ ગડા, અંકુર શાહ, શનિ શાહ તથા પાર્થ દોશી જેવા જાણીતા જૈન ગાયકરો ઉપસ્થિત રહેશે.

આ સંગીતમય સંધ્યાનો મુખ્ય હેતુ અહિંસા, કરુણા અને જીવદયાના ભાવને સમાજમાં વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમ માટે Silver, Gold, Platinum તથા VIP પ્રકારના સહયોગ પાસ ઉપલબ્ધ રહેશે. આ પાસ દ્વારા મળનાર સમગ્ર સહયોગ રકમ અબોલ જીવોની સેવા અને જીવદયા કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે.
આ પાવન કાર્યમાં સહભાગી બનવા ઇચ્છુક ભાવિક ભાઈ-બહેનો અને અહિંસા પ્રેમીઓએ પાસ તથા વધુ માહિતી માટે

– શશાંક ગાંધી (સન્ની એન્ટરપ્રાઇઝ), ગાંધી કોમ્પ્લેક્સ, મોટા દેરાસર ચોક, વિઠ્ઠલપ્રેસ રોડ, સુરેન્દ્રનગર મો 95583 24444
– કૃણાલ મેહતા (મેહતા મોબાઈલ), A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, સુરેન્દ્રનગર, મો 92283 30003
– ગુંજન સંઘવી (માં એન્ટરપ્રાઇઝ), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે, સંજીવની સોસાયટી સામે, રતનપર, મો. 94081 10762

પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.