મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના નવનિયુકત તેમજ પુર્વ હોદ્દેદારશ્રીઓની સંયુકત બેઠક પણ યોજાઇ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી.
ડો.અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ નવનિયુકત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશકત કરવા તેમજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશમાં તેમજ રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પંહોચાડવા હાકંલ કરી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજીત કાર્યશૈલી થકી બુથ સુઘીના કાર્યકર્તાને સાથે રાખી પક્ષની વિચારઘારા છેવાડાના માનવી સુઘી પહોંચાડવા આહ્વવાન કર્યુ હતું.

ડો. અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક બાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશના નવનિયકુત તેમજ પુર્વ હોદ્દેદારશ્રીઓની સંયુકત બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મુખ્યમંત્રશ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ નવનિયુકત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા પુર્વ પ્રદેશ પદાધિકારીઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રદેશના પુર્વ પદાધિકારીશ્રીઓએ નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ઉલ્લાસપુર્ણ વાતાવરણમાં અભિનંદન પાઠવ્યા હતા અને સંયુકતપણે ૨૪*૭ પક્ષની કામગીરી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

