જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડોક્ટર મનીષ એન મહેતાને અમદાવાદમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ નેશનલ કોન્ફરન્સમાં સિનિયર ફિઝિશિયન – સોશિયલ ફોર કોમ્યુનિટી (અર્બન અને રૂરલ એરિયા)માં બેસ્ટ પ્રેક્ટિસનર તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સ્ટેટ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ માં ગુજરાતભરના વિવિધ નામાંકિત અને પ્રતિષ્ઠિત તબીબોને તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારંભમાં જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. મનીષ એન મહેતાને સિનિયર ફિઝિશિયન – સોશિયલ ફોર કોમ્યુનિટી (અર્બન અને રૂરલ એરિયા)” તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી સમાજસેવી તબીબી સેવા આપી આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના આ સેવાભાવ અને નિષ્ઠાપૂર્ણ કાર્ય બદલ તેમને આ ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું.આ સિદ્ધિથી જામનગર અને એમ.પી. શાહ મેડિકલ કોલેજનું નામ રાજ્ય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર થયું છે.

