Gujarat

જૂનાગઢમાંથી ઝડપાયેલા 23 લાખના MD ડ્રગ્સ મામલે નાસતા ફરતા આરોપીને પોલીસે વેશપલટો કરી રાજસ્થાનથી દબોચ્યો

જૂનાગઢ પોલીસે નશાના કાળા કારોબાર વિરુદ્ધ મોટી સફળતા હાંસલ કરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર ચાલતા આરોપીને SOGની ટીમે રાજસ્થાનના પ્રતાપગઢથી વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે.

આ કેસમાં 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 23,37,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. NDPS એક્ટ હેઠળ ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી તારાચંદ મીણા (ઉં.વ. 41, રહે. અખેપુરા, રાજસ્થાન)ને પોલીસે અટકાયત કરી SOG ઓફિસ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેફેડ્રોન ડ્રગ્સ સાથે ફરાર આરોપીની ધરપકડ

રાજસ્થાનનો એક આરોપી સતત પોલીસને થાપ આપી રહ્યો હતો જૂનાગઢ પોલીસે અગાઉ નશાના કારોબાર પર તરાપ મારીને લાખોની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં તપાસ દરમિયાન અનેક આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમાંથી કેટલાકની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. જોકે, આ કેસમાં સંડોવાયેલો રાજસ્થાનનો એક આરોપી સતત પોલીસને થાપ આપી રહ્યો હતો અને નાસતો ફરતો હતો.