જામનગરમાં ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાજીવનગર અને રેલ્વે કોલોની હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના પચાસ વંચિત બાળકો માટે આ વર્ષની નાતાલ યાદગાર બની ગઈ હતી. આ વર્ષની ડિસેમ્બરની ક્રિસમસ અનોખી રીતે ઉજવાઈ હતી.
ટ્રસ્ટના બાળકો માટે એક ભવ્ય અને જાદુઈ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજિંદા જીવનના સંઘર્ષોને ભૂલીને બાળકો રમતગમત, બાઉન્સી કેસલ અને જાદુગરના અદભૂત ખેલમાં મગ્ન થયા હતા અને હોટલમાં સ્વાદિષ્ટ ભોજન અને નાસ્તાએ બાળકોના આનંદમાં વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોએ કરેલી ધમાલ અને ડાન્સ કર્યા હતાં.
નાતાલની પરંપરા મુજબ દરેક બાળકને વિશેષ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ જગાડવાનો અને તેમને સમાજનો એક મહત્વનો ભાગ હોવાનો અહેસાસ કરાવવાનો હતો.
કાર્યક્રમની સફળતા પાછળ ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક હિતેશ પંડ્યા અને કાજલ પંડ્યાનું માર્ગદર્શન રહ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના શિક્ષિકા રીટા દાણીધારીયા અને સ્વયંસેવક જ્યોતિ, સંજના, નિલેષ ફફલ અને દેવાંગ બથવારએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

