Gujarat

સચાણાના હત્યા કેસમાં સાત શખ્સની ધરપકડ

સચાણા ગામમાં ખેતી અને માછીમારીની જાળ બાબતે બે જુથ વચ્ચે સશસ્ત્ર થયેલી અથડામણમાં ઈસ્માઈલ ઈશાભાઈ સંઘારનું સારવાર પૂર્વે મૃત્યુ નિપજ્યું હતું. હત્યાના બનાવ અંગેની હાજી બચુભાઈ કક્કલએ 14 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પીઆઈ એન.એમ.શેખ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. હત્યાના આરોપીઓ જાફર ઉમર બુચળ, ઇમરાન ઉમર બુચળ, અફજલ ઉમર બુચળ, જાકીરહુશેન જુમાઅલી જામ, સબીર અસગર બુચળ, જીલાની અસગર બુચળ, જાવેદ જુમાઅલી જામ (રે. સચાણા)ને ઝડપી લીધા હતા.

તેના કબજામાંથી હત્યામાં વપરાયેલા હથિયારો તલવાર, પાઈપ, ધોકા તેમજ છરી સહિતના હથિયારો કબજે કર્યા છે. શનિવારે આરોપીઓ પાસે હત્યાના બનાવનું રીહર્સલ કરાવાશે.