Gujarat

સમગ્ર ગુજરાતની કોલેજોમાં શપથ લેવડાવવામાં આવી

ગુજરાત NSUI દ્વારા રાજ્યભરમાં “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત NSUIની ટીમ વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહી છે. આ યાત્રા આજે જામનગર પહોંચી હતી, જ્યાં અનેક કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજ કેમ્પસને ડ્રગ્સ મુક્ત બનાવવાનો છે. NSUIની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃત કરવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સ મુક્ત કેમ્પસના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. જામનગરમાં યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ નાટકો અને ભાષણો દ્વારા ડ્રગ્સ મુક્ત સમાજ માટે પ્રયાસો કરવાની વાત કરી હતી.

જામનગરમાં આ યાત્રાની શરૂઆત એચ.જે. દોશી કોલેજ અને એ.કે. દોશી કોલેજથી થઈ હતી. ત્યારબાદ હરિયા કોલેજ, મહિલા કોલેજ કેમ્પસ, ડી.કે.વી. કોલેજ, ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ, પંચવટી કોલેજ, એસ.વી.ઈ.ટી. કોલેજ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ અને વિદ્યાસાગર કોલેજ સહિતની વિવિધ કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા

આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જામનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા અને ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાતના મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ડો. તોસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ અને દેવરાજભાઈ ગોહિલ સહિતના આગેવાનોની આગેવાની હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.