Gujarat

ત્રણ શખ્સને દોરડાથી બાંધી રિ-કન્સ્ટ્રક્શન કરાયું

રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ગામે નાસ્તાની લારી ચલાવતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યાની ઘટનામાં 21 દિવસ બાદ 3 આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ શખ્સો પૈકી બે શખ્સો નાસ્તો કરવા ગયા ત્યારે ત્યાં ભીડ હોવાના કારણે થોડી વાર લાગશે કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના ભાઈને બોલાવી યુવકને લોખંડના પાઇપ વડે માર મારી લારીમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આજે પોલીસે ઘટના સ્થળ પર લઇ જઈ આરોપીઓનું રિકંસ્ટ્રકશન કરવામાં આવ્યું હતું જેમાં દોરડા વડે બાંધી સ્થળ પર લઇ જતા સમયે આરોપીઓ લંગડાતા નજરે પડ્યા હતા.

રાજકોટના મોરબી રોડ પર ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ નાસ્તાની લારી ચલાવતા યુવાન પર શ્યામ બાબુતર, કિશન શેરસીયા અને દેવશી બાબુતર દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હતો અને લારીમાં તોડફોડ કરવામાં આવી હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવકને માર મારનાર આરોપી શ્યામ બાબુતર, કિશન શેરસીયા અને દેવશી બાબુતરની ધરપકડ કરી આજ રોજ ઘટના સ્થળે આરોપીઓને લઇ જઈ દોરડા વડે બાંધી રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ સમયે આરોપીઓ લંગડાતા નજરે પડ્યા હતા.