Gujarat

જામનગર મહાનગરપાલિકાને PM સ્વનિધિ યોજનામાં દ્વિતીય ક્રમાંક

ગાંધીનગર ખાતે યોજાયેલા ‘સ્વનિધિ સમારોહ-2026’ માં જામનગર મહાનગરપાલિકાને PM સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમાંકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ રાજ્યની મેજર સીટીઝની કેટેગરીમાં પ્રાપ્ત થયો છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ-2025’ ની ઉજવણીના ભાગરૂપે આ સમારોહનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કરાયું હતું. રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકા વતી આસિસ્ટન્ટ કમિશ્નર (વહીવટ) મુકેશ વરણવાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

જામનગર મહાનગરપાલિકાએ PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરના નાના અને ફેરિયા વ્યવસાયકારોને લોન સહાય પૂરી પાડી તેમના આર્થિક ઉત્થાન માટે સરાહનીય કામગીરી કરી છે. આ કામગીરીની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવી હતી.