Gujarat

અમદાવાદના મેમ્કો- નરોડા પાસેના અંબિકા એસ્ટેટની એક ફેક્ટરીમાં આગનો બનાવ

અમદાવાદના મેમ્કો-નરોડા રોડ પર આવેલા અંબિકા એસ્ટેટમાં સાંજના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. હાલમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે. જાેકે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.