કુતિયાણા પોલીસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. અનિલ ઉર્ફે ભુરો નારણભાઈ હરણ નામનો આ આરોપી મૂળ બીલડી ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુતિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોજીયા, અલ્તાબ સમા અને અશ્વિન વરુને સંયુક્ત બાતમી મળી હતી.
આ બાતમીના આધારે કાર્યવાહી કરતા આરોપી કુતિયાણા ફોરેસ્ટ ઓફિસ પાસે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પોલીસે દબોચી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે. કુતિયાણા પોલીસે હાલ આરોપી વિરુદ્ધ નવો પ્રોહીબીશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ઉપલેટા પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

