Gujarat

કાપડના વેપારી સાથે રૂ.૧.૯૮ કરોડની છેતરપિંડી કરનારની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

ડાયમંડ અને ટેક્સટાઈલ સીટી તરીકે જાણીતા સુરતમાં કાપડનો ધંધો કરતા વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જાેકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા કાપડ વેપારી પાસેથી કરોડો રૂપિયાનો માલ પડાવી લઈ ફરાર થઈ જનાર કુખ્યાત આરોપી અજય તોલાનીને ઝડપી પાડ્યો છે.

આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અજયે અત્યંત શાતિર રીતે છેતરપિંડીનું આખું આયોજન કર્યું હતું. તેણે અન્ય વ્યક્તિના નામે બોગસ પાનકાર્ડ બનાવ્યું હતું અને તેના આધારે ય્જી્ નંબર મેળવીને પોતે મોટો વેપારી હોવાનો ડોળ કર્યો હતો. આ બોગસ દસ્તાવેજાેના આધારે તેણે સારોલી વિસ્તારના એક કાપડ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો.

આ કિસ્સામાં આરોપીએ વેપારી પાસેથી કુલ રૂપિયા ૧.૯૮ કરોડથી વધુની કિંમતનો કાપડનો જથ્થો ઉધાર ખરીદ્યો હતો. વેપારીને પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આરોપી પોતાનો અડ્ડો બંધ કરી રાતોરાત ફરાર થઈ ગયો હતો. આ મામલે ભોગ બનનાર વેપારીએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને દબોચી લીધો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી કાપડ બજારના વેપારીઓમાં રાહતની લાગણી જાેવા મળી છે. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ.