મૂળી તાલુકાના કરશનગઢ ગામેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. અરવિંદભાઈ ઉર્ફે ઉગો રસિકભાઈ અગેચાણીયા નામના આ યુવક પાસેથી સિંગલ બેરલ મઝરલોડ બંદૂક મળી આવી હતી. પોલીસે બાતમીના આધારે ગામમાંથી પસાર થઈ રહેલા અરવિંદભાઈને અટકાવીને તેમની તલાશી લેવામાં આવતા, તેમના નેફામાં સંતાડેલી સિંગલ બેરલ મઝરલોડ બંદૂક મળી આવી હતી.
પોલીસે તાત્કાલિક યુવકની ધરપકડ કરી ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ જ ગ્રામ્ય વિસ્તારમાં વગડીયા ગામના એક શખ્સે હથિયાર વેચાણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જે બાદ રાજ્યવ્યાપી કારસ્તાન બહાર આવ્યું હતું.

