Gujarat

ખંભાળિયામાં દારૂ-બીયરની 1444 બોટલના જથ્થા પર બુલડોઝર ફર્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી વિસ્મય માનસેતા દ્વારા પોલીસ સ્ટેશનોમાં બિનજરૂરી મુદ્દામાલનો નિકાલ કરવા સૂચના કરી અને ભાણવડ, ખંભાળીયા, સલાયા અને વાડીનાર પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી પેન્ડિંગ દારૂના જથ્થાનો નાશ કરવા કોર્ટમાંથી મંજૂરી મળવા અંગેની દરખાસ્ત તૈયાર કરાવી. જે દરખાસ્ત મંજુર કરાવી અને મુદ્દામાલનો નાશ કરવા અંગેનો હુકમ મેળવી હુકમના આધારે ભાણવડ, ખંભાળીયા, સલાયા અને વાડીનાર પોલીસ સ્ટેશનના અલગ અલગ કુલ 47 ગુનામાં પકડાયેલા અલગ અલગ બ્રાન્ડનો દારૂની બોટલો તથા બિયરોનો જથ્થો કુલ 1444 જેની કી.રૂ.11,72,916ના કિંમતનો દારૂના જથ્થાનો ડીવાયએસપી વિસ્મય માનસેતા તથા પ્રાંત અધિકારી કે.કે.કરમટા તથા નશાબંધી અધિકારીની હાજરીમાં વિધિવત કાર્યવાહી હાથ ધરીને ઉપરોકત વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.