જૂનાગઢના હાર્દ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ભવ્ય સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર છે.
આ સરોવરના નવીનીકરણ પાછળ આશરે 68 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. લોકાર્પણ પૂર્વે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
દિલ્હીની ડિઝાઈનર સંસ્થાએ તૈયાર કર્યો પ્લાન નરસિંહ મહેતા સરોવરની નવીનીકરણ પ્રક્રિયામાં તેની ડિઝાઈન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અમદાવાદ અને દિલ્હીના અનેક મહત્વના સ્ટ્રક્ચર્સ ડિઝાઈન કરનાર ખ્યાતનામ સંસ્થા HCP ડિઝાઈન એન્ડ કન્સલ્ટન્સી દ્વારા આ સરોવરનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
વર્ષ 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ઓરિજનલ ડિઝાઈન બાદ અનેક નવી સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો, જેના કારણે કુલ ખર્ચ 68 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.

